Kitchen Tips @ 2 - કિચન ટિપ્સ @ 2

Method - રીત
• સલાડ કે સૂપ ઉપર ચીઝની પટ્ટીથી સજાવટ કરવા પોટેટો પિલરથી ચીઝની પટ્ટીઓ બનાવો.

• કારેલાંનું શાક કડવું ન લાગે તે માટે કારેલાને સમારીને આખી રાત દહીંમાં પલાળી રાખો.

• કેળાંની ચિપ્સ બનાવતી વખતે કેળાં કાળા ન પડી જાય તે માટે કેળાની છાલ ઉતારી કેળાંને પાંચ મિનિટ છાશ અથવા હળદરવાળા પાણીમાં મૂકી રાખવા.

• ભીંડાને બારીક સમારી ચિપ્સની જેમ તળી એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રજિમાં મૂકી રાખો. તાત્કાલિક શાક બનાવવું હોય તો ઉપયોગી થશે.

• સ્ટીલની સિંકને સાફ કરવા મકાઇના લોટનો ઉપયોગ કરો.

• ચોમાસામાં ઘરમાં ભેજ હોવાથી ચીકાશ લાગે તો પાણીમાં થોડું મીઠું ભેળવીને પોતું કરો.

• ખટાશવાળા ખાદ્યપદાર્થો માટે ક્યારેય નોનસ્ટિક પેનનો ઉપયોગ ન કરવો. તેનાથી પેનનું કોટિંગ ઉખડી જશે.

• માખી થઈ હોય તો મીઠાવાળા પાણીનું પોતું કરવાથી માખીનો ઉપદ્રવ ઓછો થશે.

• વપરાયેલી ચાનો ભૂકો કરવાથી મચ્છરો ઓછા થશે.





                                 Shiv Computer | All Type Computer Accessories
shivcomputerdwk.blogspot.in  099781 23146
Computer Mouse - Buy wirless mouse, optical wired mouse, in Shiv Computer

Popular posts from this blog

એન્ડ્રોઈડ ફોનની સ્પીડ વધારવાના ૫ સરળ સ્ટેપ્સ

મોબાઇલ ફોન ચાર્જ પર મુક્તી વખતે તમે પણ આ ભુલ કરી છે?