Posts

Showing posts with the label Recipe - વાનગી

Kitchen Tips @ 4 - કિચન ટિપ્સ @ 4

Image
Method - રીત • ચહેરા પર વ્હાઇટ હેડ્સ દૂર કરવા માટે સાબુના ફીણમાં મીઠું ભેળવીને ઘસો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઇ નાખો. • કાચા દૂધમાં રૂનું પૂમડું બોળી તેનાથી મેકઅપ રીમૂવ કરવાથી ચહેરો સ્વચ્છ રહેશે. • તૈલી ત્વચા હોય તો જવના લોટમાં દહીં, મધ અને વાટેલી બદામ ભેળવીને ચહેરા પર લગાવો. પાંચ મિનિટ બાદ ધોઇ નાખો. • એક બટાકાના રસમાં ગાજરનો અને કાકડીનો રસ ત્રણ-ત્રણ ટીપાં ભેળવી લગાવવાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે. • વાળ વ્યવસ્થિત વધે તે માટે દર બે મહિને ટ્રિમ કરાવવા. • બ્લીચ કરાવ્યા પછી બરફ ઘસવાથી બળતરા નહીં થાય. • લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠ પર પાઉડર અને ઘી ભેળવીને લગાવવાથી લિપસ્ટિક લાંબો સમય રહેશે. • આઇલાઇનર પહેલાં બ્લેક અને પછી લાઇટ શેડ લગાવવાથી આંખો આકર્ષક લાગશે. • ગરદન કાળી પડી ગઇ હોય તો પાકા પપૈયાનો માવો રોજ સ્નાન કરતાં પહેલાં ઘસવાથી રંગ ગોરો બનશે.                                  Shiv Computer | All Type Computer Accessories shivcomputerdwk.blogspot.in  099781 23146 Computer ...

Kitchen Tips @ 3 - કિચન ટિપ્સ @ 3

Image
Method - રીત - કેળાને ભીના કપડાંમાં લપેટી પ્લાસ્ટિકની કોથળીમાં રાખવાથી ઘણાં દિવસ સુધી તાજા રહે છે. - રતાળુ બાફીને તળી લો. એને પનીરની જગ્યાએ વાપરવાથી એ વધારે સ્વાદિષ્ટ લાગશે. - બટાકાને એકદમ બ્રાઉન રંગના અને કરકરા બેક કરવા હોય તો તેને કાંટાથી કાણાં પાડી બેક કરો. - વાનગીમાં ડ્રાય હબ્ર્સનો ઉપયોગ કરવો હોય તો તેને પહેલા ક્રશ કરી લો. તેનાથી વાનગીમાં સુગંધ સારી આવશે. - કાકડી, સફરજન અને પીચની છાલને સુકવી, ગ્રાઇન્ડ કરી કોથમીરની ચટણી સાથે ભેળવવાથી ચટણી વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે. - ખાંડ દળતી વખતે તેમાં થોડા કોરા ચોખા ઉમેરવાથી તે લચકો નહીં થાય. - ફ્લાવરનું શાક બનાવતી વખતે એમાં લીંબુની છાલ અથવા એક ચમચી ખાંડ નાખવાથી ફ્લાવરનું શાક કાળું પડતું નથી. - દહીંવડા બનાવતી વખતે વડાના ખીરામાં નારિયેળનું છીણ નાખવાથી દહીંવડા ટેસ્ટી લાગે છે.                                  Shiv Computer | All Type Computer Accessories shivcomputerdwk.blogspot.in  099781 23146 Computer Mouse - Buy wirless...

Kitchen Tips @ 2 - કિચન ટિપ્સ @ 2

Image
Method - રીત • સલાડ કે સૂપ ઉપર ચીઝની પટ્ટીથી સજાવટ કરવા પોટેટો પિલરથી ચીઝની પટ્ટીઓ બનાવો. • કારેલાંનું શાક કડવું ન લાગે તે માટે કારેલાને સમારીને આખી રાત દહીંમાં પલાળી રાખો. • કેળાંની ચિપ્સ બનાવતી વખતે કેળાં કાળા ન પડી જાય તે માટે કેળાની છાલ ઉતારી કેળાંને પાંચ મિનિટ છાશ અથવા હળદરવાળા પાણીમાં મૂકી રાખવા. • ભીંડાને બારીક સમારી ચિપ્સની જેમ તળી એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રજિમાં મૂકી રાખો. તાત્કાલિક શાક બનાવવું હોય તો ઉપયોગી થશે. • સ્ટીલની સિંકને સાફ કરવા મકાઇના લોટનો ઉપયોગ કરો. • ચોમાસામાં ઘરમાં ભેજ હોવાથી ચીકાશ લાગે તો પાણીમાં થોડું મીઠું ભેળવીને પોતું કરો. • ખટાશવાળા ખાદ્યપદાર્થો માટે ક્યારેય નોનસ્ટિક પેનનો ઉપયોગ ન કરવો. તેનાથી પેનનું કોટિંગ ઉખડી જશે. • માખી થઈ હોય તો મીઠાવાળા પાણીનું પોતું કરવાથી માખીનો ઉપદ્રવ ઓછો થશે. • વપરાયેલી ચાનો ભૂકો કરવાથી મચ્છરો ઓછા થશે.                                  Shiv Computer | All Type Computer Accessories shivcomputerdwk.blogspot.in  099...

Kitchen Tips @ 1- કિચન ટિપ્સ @ 1

Image
Method - રીત • બ્રેડની કિનારીને ભીની છરીથી કાપી શકાશે. • દાળ-ચોખામાં ઉભરો ન આવે તે માટે ઘી કે તેલ નાખવું • અનાજની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી. • ભરેલાં પરવળ બનાવતી વખતે પરવળમાં કાપા પાડીને તેને ગરમ પાણીમાં અધકચરા બાફી લો તો તેમાં મસાલો ભરવામાં સરળતા રહે છે અને પરવળ તૂટતાં નથી. • જુનાં બટાકાં બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાકાં સફેદ રહેશે. • શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળિયેર ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બનશે. • આલુ પરોઠાં બનાવતી વખતે બટાકાંમાં અથાણાનો થોડો મસાલો નાખવાથી પરોઠાંનો સ્વાદ બદલાઇ જશે. • શાકમાં ગ્રેવીનો રંગ લાલ લાગે તે માટે થોડી કોફી નાખવી.                                  Shiv Computer | All Type Computer Accessories shivcomputerdwk.blogspot.in  099781 23146 Computer Mouse - Buy wirless mouse, optical wired mouse, in Shiv Computer