Kitchen Tips @ 3 - કિચન ટિપ્સ @ 3


Method - રીત
- કેળાને ભીના કપડાંમાં લપેટી પ્લાસ્ટિકની કોથળીમાં રાખવાથી ઘણાં દિવસ સુધી તાજા રહે છે.

- રતાળુ બાફીને તળી લો. એને પનીરની જગ્યાએ વાપરવાથી એ વધારે સ્વાદિષ્ટ લાગશે.

- બટાકાને એકદમ બ્રાઉન રંગના અને કરકરા બેક કરવા હોય તો તેને કાંટાથી કાણાં પાડી બેક કરો.

- વાનગીમાં ડ્રાય હબ્ર્સનો ઉપયોગ કરવો હોય તો તેને પહેલા ક્રશ કરી લો. તેનાથી વાનગીમાં સુગંધ સારી આવશે.

- કાકડી, સફરજન અને પીચની છાલને સુકવી, ગ્રાઇન્ડ કરી કોથમીરની ચટણી સાથે ભેળવવાથી ચટણી વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે.

- ખાંડ દળતી વખતે તેમાં થોડા કોરા ચોખા ઉમેરવાથી તે લચકો નહીં થાય.

- ફ્લાવરનું શાક બનાવતી વખતે એમાં લીંબુની છાલ અથવા એક ચમચી ખાંડ નાખવાથી ફ્લાવરનું શાક કાળું પડતું નથી.

- દહીંવડા બનાવતી વખતે વડાના ખીરામાં નારિયેળનું છીણ નાખવાથી દહીંવડા ટેસ્ટી લાગે છે.





                                 Shiv Computer | All Type Computer Accessories
shivcomputerdwk.blogspot.in  099781 23146
Computer Mouse - Buy wirless mouse, optical wired mouse, in Shiv Computer

Popular posts from this blog

એન્ડ્રોઈડ ફોનની સ્પીડ વધારવાના ૫ સરળ સ્ટેપ્સ

મોબાઇલ ફોન ચાર્જ પર મુક્તી વખતે તમે પણ આ ભુલ કરી છે?