મોબાઇલ ફોન ચાર્જ પર મુક્તી વખતે તમે પણ આ ભુલ કરી છે?

અમે આપને ડરાવી નથી રહ્યા પરંતુ આપને કેટલીક એવી વાતો વિશે જણાવી રહ્યા છીએ કે જેના વિશે તમારે જાણકારી રાખવી જરૂરી છે.નહીંતર કેટલીક સમસ્યા અચાનક આવી ચડશે.



આપને જણાવી દઇએ કે તમારો મોબાઇલ ફોન ચાર્જમાં રાખતી વખતે ચાર્જરનો તાર કોઇપણ સ્થળેથી તૂટેલો નથી ને તે ખાસ ધ્યાન રાખવું જોઇએ જો તે Break થયેલ હશે તો તમને કરંટ લાગવાની સંભાવના વધી જાય છે.

આવો જ એક મામલો ઉત્તરાખંડના કોટદ્વારમાં સામે આવ્યો હતો જેમાં 19 વર્ષના એક યુવાનનું કરંટ લાગવાથી મોત થયું હતું.
સનેહ ક્ષેત્રના કુંભીચૌડના એક યુવકને મોબાઇલ ચાર્જમાં મુકતા સમયે અચાનક કરંટ લાગતા તેને સારવાર અર્થે નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો.જો કે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ યુવાન જ્યારે પોતાનો મોબાઇલ ફોન ચાર્જમાં મુકવા ગયો ત્યારે તેનો ચાર્જિગ કેબલ તૂટેલ હોવાથી તેને કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાથી તે ચીસ પાડવા લાગ્યો ત્યાં પરિવારજનો પહોંચતા તેને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જો કે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.





Popular posts from this blog

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો