માઈક્રોસોફ્ટ વર્ડની કેટલીક શોર્ટકટ ટ્રીક્સ
માઈક્રોસોફ્ટ ઓફીસનું સૌથી વધુ વપરાતું એલીમેન્ટ એ એમ એસ વર્ડ છે. તેમાં કામ કરતી વખતે માઉસને બદલે કેટલાક શોર્ટકટનો ઉપયોગ કરીને કેવી રીતે સમય બચાવી શકાય તે જોઈએ.
- અન-ડુ ફંક્શન અને કી (ctrl+z) વિષે ઘણા બધા લોકો જાણતા હોય છે. પણ શુ તમે જાણો છો કે વર્ડમાં છેલ્લી એકશ્ન રિપીટ પણ થાય છે? છેલ્લે કરેલું કામ, જેમ કે પેરેગ્રાફ સ્પેસીંગ, રિપીટ કરવા માટેનો શોર્ટકટ છે F4 ફંક્શન કી.
- ટાઈપ કરતા જ્યારે કોઈ અક્ષરને સુપર સ્ક્રીપ્ટ કે સબસ્ક્રીપ્ટ કરવાની જરૂર પડે તો..
સુપરસ્ક્રીપ્ટ માટે જે અક્ષરોને સુપરસ્ક્રીપ્ટ કરવા હોય તે સિલેક્ટ કરીને Ctr + = કી દબાવો. (Ctrl કી દબાવેલી રાખીને = કી દબાવો.)
સબસ્ક્રીપ્ટ માટે જે અક્ષરોને સબસ્ક્રીપ્ટ કરવા હોય તે સિલેક્ટ કરીને Ctr + shift + = કી દબાવો. (shift અને Ctrl કી દબાવેલી રાખીને = કી દબાવો.)
- સિલેક્ટ કરેલી ટેક્સ્ટની ફોન્ટ સાઈઝ બદલવા માટે Ctrl+Shift ની સાથે > (વધારવા) અથવા < (ઘટાડવા) દબાવો.
- સોફ્ટ પેરેગ્રાફ ટેક્સ્ટ – જ્યારે આપણે Enter કી દબાવીએ ત્યારે વર્ડ નવો પેરેગ્રાફ શરૂ કરે છે. આની મુશ્કેલી બુલેટેડ કે નંબર્ડ લીસ્ટમાં પડે છે, જ્યારે આપણે આગામી શબ્દો નવી લાઈનમાં ટાઈપ કરવા હોય પણ વર્ડ એને નવો ટોપીક ગણીને નવું બુલેટ કે નંબર આપી દે છે. આવું ન થાય ત્યારે Enter કી એકલી ન આપતાં Shift + Enter દબાવો. આમ કરવાથી આગામી ટેક્સ્ટ નવી લાઈનમાં જશે પણ વર્ડ એને નવો પેરેગ્રાફ નહિ ગણે.
- ટાઈપ કરી નાખ્યા પછી ખ્યાલ આવે કે કેપીટલના બદલે લોઅર કેસ(સ્મોલ)માં ટાઈપ થઈ ગયું છે. તો ફરીવાર ટાઈપ કરવાની મહેનત કરવાના બદલે ટેક્સ્ટને સિલેક્ટ કરીને Shift + F3 દબાવો. આ કી કોમ્બિનેશનથી સિલેક્ટેડ ટેક્સ્ટની કેસ બદલાય છે. એકવાર દબાવવાથી Title Case, બીજીવારે UPPER CASE અને ત્રીજીવાર દબાવવાથી lower case થશે.
- કોઈપણ શબ્દને સિલેક્ટ કરવા માટે તેના પર માઉસથી ડબલક્લિક કરો. આખો પેરેગ્રાફ સિલેક્ટ કરવા માટે તેની પર ટ્રીપલ ક્લિક કરો.
- ક્યારેક એવું બને કે કોઈ બે શબ્દોની વચ્ચે સ્પેસ આપવી જરૂરી હોય પણ તેને આપણે એક જ લાઈનમાં સાથે રાખવા માગતા હોઈએ પણ તે લાઈનના છેડે હોઈ આપોઆપ એક શબ્દ પહેલી લાઈનમાં અને બીજો શબ્દ નવી લાઈનમાં જતો રહે. આવે વખતે Ctrl + Shift + Space આપવાથી “નોન-બ્રેકીંગ સ્પેસ” આવશે જે શબ્દોને છૂટા નહિ પડવા દે.
- અને છેલ્લે…
ક્યારેક એવું બને છે કે વર્ડમાં કામ કરતી વખતે અચાનક તે જ ડોક્યુમેન્ટમાં અન્ય કોઈ જગ્યાએ જઈને ફોરમેટ બદલવાની જરૂર પડે. તમે એ નવી જગ્યાએ ક્લિક કરો છો, જરૂરી ફેરફાર કરો છો અને હવે તમારે પાછા જ્યાં મુળ કામ કરતા હતા તે જગ્યાએ કર્સર પાછું લઈ જવું છે. શોધવાની જરૂર નથી. માત્ર Shift + F5 કર્સરને તમે જ્યાં પહેલા કામ કરતા હતા ત્યાં લઈ જશે. હજુ વધુ પાછા જવા એ જ કીઝ ફરીવાર દબાવો.