How to Make WordPress Website Faster Gujarati Guide

મિત્રો, જો તમારી વર્ડપ્રેસ વેબસાઈટ ખુલવમાં વધારે સમય લેતી હોય તો એક સારા બ્લોગર તરીકે તમારે વેબસાઈટની સ્પીડ વધારવી જ રહી. ધીમી ગતિએ ખુલતી વેબસાઈટ કોઈને પણ પસંદ નથી. ગુગલ પેજ સ્પીડ ટેસ્ટના રીપોર્ટ પ્રમાણે અડધા ઉપરના મોબાઈલ યુઝર તમારી વેબસાઈટ છોડી દેશે જો એને ખુલતા 3 સેકન્ડ કરતા વધારે સમય લાગશે. તો આપણે How to Make WordPress Website Faster Gujarati Guide માં તમારી વેબસાઈટની સ્પીડ ટેસ્ટ કરીયે અને Faster બનાવીયે એ પણ ફ્રી પ્લગઈન દ્વારા.

ઝડપી વેબસાઈટ બનાવવી શા માટે જરૂરી છે? Why Website Speed Matters?

જે વેબસાઈટ ઓપન થાવમાં ઓછો સમય લે છે એ search engine ranking મા આગડ રહે છે. એનો મતલબ કે ઝડપી ઓપન થતી વેબસાઈટ ગુગલ, બિંગ કે યાહુ search engine પર આગડ રહે છે જેના કારણે તમારી વેબસાઈટ પર આવતા યુઝર પણ વધારે રહેશે.
More Speed = More Traffic = More Money

વર્ડપ્રેસ વેબસાઈટની સ્પીડ માપવા માટેના ઓનલાઈન ટુલ્સ. How to test WordPress Website Speed?

Well, કોઈપણ વેબસાઈટની સ્પીડ GoogleGTMatrix અને Pingdoom દ્વારા તૈયાર કરવામાં આવેલા Online Tools થી સરળતાથી માપી શકાય છે.
1. Google PageSpeed Insights & Think with Google – Speed Test Tools


ગુગલ પેજ સ્પીડ ઇન્સાઇટ પર કોમ્પ્યુટર કે લેપટોપ માટેની વેબસાઈટની સ્પીડ ને સબંધીત તમામ ટેકનીકલ બાબતો test કરી શકાય છે.
થીંક વિથ ગુગલ પર તમારી વેબસાઈટ મોબાઈલ પર કેટલી સ્પીડથી ખુલે છે અને એને લગતી તમામ ટેકનીકલ બાબતો test કરી શકાય છે.
2. GTmetrix – Online Website Speed Test Tool
જો તમારે વેબસાઈટ ની સ્પીડને લગતી ટેકનીકલ બાબતોનું ઊંડાણ પૂર્વક અભ્યાસ કરવો હોય તો જીટીમેટ્રીક્સ એક બેસ્ટ ટુલ્સ છે. અને પૂરી વેબસાઈટને ખુલતા  લાગતો સંપૂર્ણ સમય પણ જાણી શકાય છે.

3. Pingdom Tools – Web Speed Test
પીંગડોમ ટુલ્સ તમારી વેબસાઈટને જુદા જુદા સર્વર લોકેશન પરથી speed test કરવા માટે ઉપયોગી છે.
Expert’s TIP – એક સરળ નિયમ પ્રમાણે જે વેબસાઈટનું હોસ્ટિંગ powerful એટલે કે સારા CPU અને RAM વાળું હશે તે વેબસાઈટ ની સ્પીડ પણ વધારે જ રહેશે. Powerful & Speedy WordPress હોસ્ટિંગ જેવા કે ડ્રીમહોસ્ટ – DreamHost અને બ્લુહોસ્ટ – BlueHost ના સર્વર.

How to Make WordPress Website Faster Gujarati Guide

પહેલા તો હું આ ગુજરાતી blogtips નો સ્પીડ test report share કરવા માગું છું. થીંક વિથ ગુગલ પર આ ગાઈડ follow કર્યા પહેલા અને પછી નાં speed test report નીચે મુજબ છે.
આ ગાઈડ follow કર્યા પહેલા ગુજરાતી blogtips ની Mobile Speed = 54 અને Desktop Speed = 56 જેટલી ઓછી હતી.
હવે આ ગાઈડ follow કર્યા બાદ ગુજરાતી blogtips ની Mobile Speed = 83 અને Desktop Speed = 92 જેટલી boost થઇ. એટલે કે મોબાઈલ સ્પીડમા 154% અને ડેસ્કટોપ સ્પીડમા 164% નો જંગી વધારો થયો. જે એક વેબસાઈટ માટે સારો score છે.
Let’s Speed up WordPress site with Free Plugins – વર્ડપ્રેસ વેબસાઈટને બનાવો ફાસ્ટર
તમારી વેબસાઈટને ફાસ્ટ બનાવતા પહેલા નીચે મુજબ ના Permalinks set કરવા જરૂરી છે. આ માટે Settings > Permalinks પર જાવ અને Post Name પર ક્લિક કરી Save કરીલો.
1. WP Fastest Cache – ફ્રી કેચિંગ પ્લગઈન for WordPress
ફાસ્ટેસ્ટ કેચ પ્લગઈન તમને પેજ સ્પીડને લગતા ટેકનીકલ મુદ્દા જેવા કે cache, preload, minify html, minify css, Gzip અને Browser caching જેવા ઓપસન સરળતાથી set કરવામાં મદદ કરે છે. તો પહેલા આપને WP Fastest Cache ને ઇન્સ્ટોલ કરીએ અને વિવિધ ઓપસન set કરીયે.
Go to Plugins > Add New અને “wp fastest cache” સર્ચ કરો. એને ઇન્સ્ટોલ કરો.
ત્યારબાદ આ પ્લગઈન ને Activate કરો.

બસ હવે નીચે મુજબના WP Fastest Cache ના Settings set કરી Submit પર કલીક કરો.
વેલ, હવે પછી તમે કોઈપણ વર્ડપ્રેસ વેબસાઈટ પર changes કરો તો Delete Cache and Minified CSS/JS કરવાનું ક્યારે પણ ના ભૂલશો.
2. WP Smush – વર્ડપ્રેસ image અને ફોટો compression ટુલ


વેબસાઈટ ના બધા ફોટા compress કરવાથી બહુજ વધારે ડેટા savings થાય છે. આ ઉપરાંત compress થયેલા ( ઓછી size વાળા ) photos ને કારણે હોસ્ટિંગ CPU અને RAM પર પણ ઓછો load આવે છે.

અને તમારી વેબસાઈટની મુલાકાત લેતા યુઝર માટે website load થવામાં એકદમ ફાસ્ટ બની જાય છે.
Go to Plugins > Add New અને “wp smush” સર્ચ કરો. એને ઇન્સ્ટોલ અને Activate કરો.
બસ હવે નીચે મુજબના WP Smush ના Settings મા Re-check images અને Resize Savings ને Enable કરો.
3. a3 lazy load – વર્ડપ્રેસ સ્પીડ booster

લેઝી લોડ એક એવી ટેકનીક છે જેનાથી યુઝરના visible area પરના જ images કે video load થાય છે.
યુઝર scroll કરીને જેમ જેમ નીચે પહોચશે એમ એમ બાકીના images કે video load થાય છે.
એટલે કે Article બધા images કે video એકસાથે load થતા નથી યુઝરની જરૂર મુજબ જ load થાય છે. Saving of Data & Bandwidth both.
Go to Plugins > Add New અને “a3 lazy load” સર્ચ કરો. એને ઇન્સ્ટોલ અને Activate કરો.
વેલ, a3 લેઝી લોડ ના settings pre-configured છે એટલે કોઈપણ change કર્યા વગર Save કરી લો.
Expert’s TIP – તમારી વર્ડપ્રેસ વેબસાઈટ કે બ્લોગ પર video upload કરવાને બદલે YouTube પર અપલોડ કરી એની લીંક તમારા Article મા share કરો જેથી તમારે bandwidth અને data ની savings થાશે.
હવે તમે જાતેજ થીંક વિથ ગુગલ પર વેબસાઈટની સ્પીડ check કરીને જોશો કે તમે 200% સુધીની speed boostથઇ હશે. જે તમારા વર્ડપ્રેસ બ્લોગ પર વધારે traffic લાવવામાં મદદ કરશે અને તમને વધારે પૈસા કમાવવાની તકઆપશે.

How to Make WordPress Website Faster Gujarati Guide મા આપેલી માહીતી તમને પસંદ આવી હોય તો

આ ગુજરાતી માર્ગદર્શિકા ને 5-Star રેટીંગ આપો અને SHARE કરો.



Popular posts from this blog

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

મોબાઇલ ફોન ચાર્જ પર મુક્તી વખતે તમે પણ આ ભુલ કરી છે?