લગભગ આપણે કેમેરા કે મોબાઈલ થી ફોટા પાડીએ ત્યારે ફોટાની સાઈઝ ખુબ મોટી હોય છે. સિવાય કે તમે હજુ જુના લો રીઝોલ્યુશન ના કેમેરા કે મોબાઈલનો ઉપયોગ કરતા હો. હવે જયારે એક એક ફોટાની સાઈઝ ૪ MB થી 8 MB જેવી હોય ત્યારે આ ફોટા મિત્રો ને મોકલવા, ઈમેઈલ માં અપલોડ કરવા કે વોટ્સએપ/ફેસબુક માં મોકલવામાં ઘણો ટાઈમ લાગે છે. બરોબર ને? ફટાફટ અને સરળતાથી આ ફોટા મોકલતા પહેલા ફાઈલ ની સાઈઝ કઈ રીતે નાની કરી શકાય એ શીખીએ અને એ પણ તમારી પ્રિય નેટયાત્રા એપ્લીકેશન પર. વિન્ડોઝ ૭ અથવા વિન્ડોઝ ૧૦ તો લગભગ બધા પાસે હશે જ, એટલે અહી નીચે આપેલ રસ્તો વિન્ડોઝ ૭ અથવા વિન્ડોઝ ૧૦ વાળી સીસ્ટમ માં ચાલશે. ૧) તમારા “માય કોમ્પ્યુટર” માં જઈને, C અથવા D ડ્રાઈવ માં જઈને ૨ ફોલ્ડર બનાવો. ૨) એક ફોલ્ડર માં બધા હાઈ રીઝોલ્યુશન ફોટા સેવ કરો ૩) સિલેક્ટ ઓલ અથવા (Ctrl + A) થી ફોલ્ડર માં રહેલા બધા જ ફોટા સિલેક્ટ કરી લો ૪) રાઈટ ક્લિક કરો અને અને “Send To” પર ક્લિક કરો અને સ્મોલ કે મીડીયમ જે જોઈએ તે સાઈઝ ક્લિક કરો ૫) ઈમેઈલ ની એપ્લીકેશન ઓપન થશે અને બધી જ ફોટો ફાઈલ નાની સાઈઝ સાથે એટેચ થયેલ હશે ૬) હવે આ એટેચ થયેલી ફાઈલ ને એક સાથે સિલેક્ટ કર